ગુરુવાર, 4 જૂન, 2015

અધુરી છે રાધા

તુજ વિના ઓ શ્યામ,અધુરી છે રાધા, તડપાવે શાને અપાર,અધુરી છે રાધા, હર ઘડી કરે છે એ બસ તુજને જ યાદ, તુજનુ ક્યા છે ધ્યાન, અધુરી છે રાધા, વૃંદાવન આખુ તુજ વિના લાગે સુનુ, આવી કરને તુ રાસ,અધુરી છે રાધા, કરી અરજીઓ થાકી છે હવે ગોપીઓ, રાખ ને થોડો ખ્યાલ,અધુરી છે રાધા, સાંભળ્યે સૂર વાંસળીના થયા વરસો, સંભળાવને ઘનશ્યામ, અધુરી છે રાધા. નીશીત જોશી 29.05.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો