
પોતાની કમાઇએ, પ્રેમમાં જીવાડવાની મજા ઓર છે,
પોતાની કમાઇએ, જાતને સુધારવાની મજા ઓર છે,
મકાન હો કે ફ્લેટ, તેમાં રહેવુ તો ગમે છે હર કોઇને,
પોતાની કમાઇએ, મકાન ચણાવવાની મજા ઓર છે,
ગાડી તો હોય છે, ને ચલાવતા પણ હોય છે ઘણા બધા,
પોતાની લીઘેલી એ ગાડી, હંકારવાની મજા ઓર છે,
શાને કરીએ ફિકર, બીજાના બાળકોના નીશાળની,
પોતાની કમાઇએ, છે તેમા ભણાવવાની મજા ઓર છે,
જોઇ બીજાના ઘરની સજાવટ, કરીયે ઇર્ષા શા માટે,
પોતાની કમાઇએ, ઘરને સજાવવાની મજા ઓર છે,
પામતા તો હર કોઇ હોય છે, આનંદ પોત-પોતાનો,
પોતાની કમાઇએ, પામી ને પમાડવાની મજા ઓર છે.
નીશીત જોશી 20.06.15
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો