રવિવાર, 14 જૂન, 2015

આ મોબાઇલે તો........

mobile પાસે હોવા છતા પણ ઘણા દુર કરી દીધા, આ મોબાઇલે તો એવા મસગુલ કરી દીધા, વોટ્સએપ ફેસબુકે ઘાલ્યા છે હલાડા એવા, તેનામા મનોમન જાણે મશહુર કરી દીઘા, ન જાણ્યા પ્રભાતના પ્રભાતીયાઓ ક્યારેય, પણ એ સંદેશા પાઠવવા મજબુર કરી દીઘા, સુવે છે બાજુ બાજુમાં એક પથારી પર,પણ, મૌન રૂપી આ નશાએ તો ચકચુર કરી દીઘા, દાટ વાળ્યો છે નાના બાળકોનો પણ એવો, ભણતર ભુલવી હોશીયારને અબુઘ કરી દીઘા. નીશીત જોશી 08.06.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો