ગુરુવાર, 4 જૂન, 2015

પણ તું નથી

શરાબ છે બરફ છે પણ તું નથી, ગલાસ છે તરસ છે પણ તું નથી, યાદ પણ થઇ જાય છે બેબાકળી, રાત છે ગમ્મત છે પણ તું નથી, ફૂલ કરમાયું પણ એ બોલે છે ઘણું, ગુલાબ છે સુગંધ છે પણ તું નથી, થોભવા કહ્યું વાટ જોવ છું ત્યાં જ, પ્રવાસ છે કદમ છે પણ તું નથી, સારવાર ઝખ્મોની થશે કેમ હવે, ઘાવ છે મલમ છે પણ તું નથી. નીશીત જોશી 02.06.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો