
ખોલીશ નહી જો દરવાજો તારો શ્યામ,
તારા દર ના આ ભીખારી ક્યા જશે ?
નીકળ્યા છે બાંધી કફન માથે,
શું ખાલી હાથ અહીથી ધરે જશે ?
આવી રીતે જો મોઢુ ફેરવીશ સાવરીયા,
બેસહારા વિરહમા જ મરી જશે,
જો અમને આપીશ સહારો તુ,
ચાર દીવસ જીન્દગીના નીકળી જશે,
અમ ગરિબોનુ તો શું જશે આ દુનીયામા પણ,
નહી આપે તો,બદનામ તુ જ થઈ જશે .
'નીશીત જોશી'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો