
જમુના તટ પર વાગી ઓલી વાંસળી
રાધા દોડી સાંભળી ઓલી વાંસળી
થનગને છે પગ રાધાના હવે તો
નાચી ઉઠી બસ ત્યાંજ સાંભળી ઓલી વાંસળી
ગોપીઓ ના કાન થયા સરવા
છોડી બધા કામ દોડ્યા સાંભળી ઓલી વાંસળી
ભાગ્ય તો વાંસળી ના છે સારા
પહોચી ત્યાં થઈ ઇર્ષા જોઇ ઓલી વાંસળી
અધરો પર જ રમે છે વાહલાના
કાશ હોત અમે પણ અધરો પરની ઓલી વાંસળી
♫♥ નીશીત જોશી ♫♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો