
પારકા ઘરની બનશે લાજ એ,
થશે દિકરીની વિદાય આજ એ,
ધન એ પારકુ,જતન કરી રાખ્યુ,
સોપવુ પડે શોધી જેનુ છે સાજ એ,
આપ્યા સંસ્કાર કેળવણી મુજ રીતે,
હવે પ્રમાણ આપશે કરીને કાજ એ,
કાળજાનો કટકો મુજ વહાલસોયો,
બનશે પોતાના પીયુનો સરતાજ એ,
સાચવેલી બાગના બાગવાન માફક,
સાંચવશે પોતાના બાગને આજ એ,
ખુશી કહુ પરંતુ અશ્રુ આપે છે પ્રમાણ,
પસાર થાય છે પ્રસંગેથી સમાજ એ,
નરમ હતો વધારે નરમ બન્યો આજ,
વહેતા આંસુનો છે આજે તો રાજ એ.
નીશીત જોશી 25.11.11