રવિવાર, 10 જૂન, 2012
પ્રેમ ની વાતો
પ્રેમ ની વાતો થતા તેઓ મલકાય છે,
નયનોના જામ જાણે ખુબ છલકાય છે,
પીવડાવતા શરમે બંધ થાય છે આંખો,
પ્યાલા પણ પ્યાલાની સંગ ભટકાય છે,
દરવાજા પણ પ્રમાણ આપે રહીને ઉભા,
બંધ કરવા જતા તે પણ હવે અટકાય છે,
વાતો થી છટકી જવાના શોધે છે બહાના,
પણ એ પ્રેમમા કોનાથી સહજ છટકાય છે,
આમ તો ઘણા નાચ નચવી દેખાડે પ્રેમ,
પણ શ્યામ વીના રાધાથી ક્યાં મટકાય છે,
પ્રેમ પણ ક્યારેક બની જાય છે એક સજા,
અને તેમાં સપના પણ સુળીએ લટકાય છે.
નીશીત જોશી 03.06.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો