રવિવાર, 10 જૂન, 2012

લોકોએ

એ હાથોમા પોતાના જ શરીર ઉપાડ્યા છે લોકોએ, એક ચહેરા પર કેટલા ચહેરા લગાડ્યા છે લોકોએ, આંખોમા છે મજબુરી, અને છે મુશ્કાન એ હોઠો પર, હ્રદય માહી કેટ કેટલાય દુઃખો છુપાડ્યા છે લોકોએ, આ જગમાં માણસોના હક ની વાતો અહીં કોણ કરે, કહેવા માટે તો આભ ના વજન ઉપાડ્યા છે લોકોએ, ગભરાયેલુ છે શહેર,'ને પક્ષીઓ પણ લાગે છે ડરેલા, એ હાલતથી નજરો છુપાવી મન સજાવ્યા છે લોકોએ, ગામડુ હોય કે હોય શહેર,'ને લોહીથી ડુબેલી છે નદી, સૌએ તો એક બીજા સામે શસ્ત્રો ઉગામ્યા છે લોકોએ, કંઇક તો કરો હવે કે જેથી થઇ જાય રોશની અહી પણ, ઘેટાઓ ની ભીડ ભાળી પોતા જેવા સમજ્યા છે લોકોએ નીશીત જોશી 07.06.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો