
દિવાના કહ્યા મહેફિલે હવે મુજ કામ નથી,
થયા નારાજ હવે મુજ હાથે કોઇ જામ નથી,
તેઓના અનુરાગે કર્યો હતો આતુર મુજને,
હવે તો લાગણીઓના અહિં કોઇ દામ નથી,
છો ને હજારો પ્રશ્નોના હવે ઉત્તર આપ્યા કરો,
બદનામ થયા બાદ કોઇનુ એવુ નામ નથી,
શક્તિ હતી ત્યાં સુધી કર્યા સહન એ ઘાવો,
નાસૂરને સહેવા નબળા જીગરમાં હામ નથી,
ખાસ વ્યક્તિઓને જ બોલાવો છો મહેફિલમા,
લોકો કહે છે જગમાંના અમે કોઇ આમ નથી.
નીશીત જોશી 13.06.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો