રવિવાર, 24 જૂન, 2012
પ્રભુ સંગ નો વાર્તાલાપ
ઃઃઃઃ પ્રભુ સંગ નો વાર્તાલાપ ઃઃઃઃ
કહ્યુ પ્રભુને બગડે છે શું મુજ બગડેલુ સુધારવામાં,
તુજને મઝા શું આવે છે મુજને રસ્તે રઝડાવવામાં,
તે બોલ્યા શાને પડ્યો રહે છે રોજ પાછળ મુજની,
મેં કહ્યુ તુજ જેવા બીજા કોઇ તો દેખાડ દુનીયામાં,
તે બોલ્યા એમ તો છે લાખો કોનીકોની પરવાહ કરુ,
મેં કહ્યુ સાફ જ કહોને નથી રહ્યુ હવે કંઇ ખજાનામાં,
તે બોલ્યા હોશમાં બોલ !!નહીતર હું રીસાઇ જઇશ,
મેં કહ્યુ તમે તો છો માહીર તરત જ રીસાઇ જવામાં,
નથી કોઇ સાધના કરી ન કંઇ તે બોલ્યા તો મેં કહ્યુ,
સાંભળ્યુ છે રીઝાય જાવ છો ફક્ત આંસુ વહાવવામાં,
તે બોલ્યા મુજ મરજી છે, કરીશ તે જે પણ હશે ઇચ્છા,
મેં કહ્યુ તો કરી દો પરીવર્તન કરૂણાનીધી કહેડાવવામાં,
તે બોલ્યા જો ન દયા હોત તો ક્યાંથી હોત આ જગમાં?
મેં કહ્યુ તો પછી તકલીફ શું છે તુજને દર્શન આપવામાં?
નીશીત જોશી 20.06.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો