રવિવાર, 24 જૂન, 2012
વિધીના વિધાન
વિધીના વિધાન તો લખાયેલા છે,
દર્દ જેના છે તેના ચિતરાયેલા છે,
માગવાથી નથી મળતુ તેને ત્યાં,
કર્મો પ્રમાણે ફળો ગોઠવાયેલા છે,
મન તો આપ્યુ તેમને યાદ કરવા,
પથ્થરોને ક્યાં મન અપાયેલા છે,
માગી ને નાના શાને થવુ જોઇએ,
વણમાગ્યે ઘણુ સ્વિકારાયેલા છે,
શરત આધારે ઇચ્છીએ સ્વાર્થમાં,
તજીને જાણીએ સર્વ પમાયેલા છે.
નીશીત જોશી 17.06.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો