શનિવાર, 5 ઑક્ટોબર, 2013

વારંવાર દિલનું દર્દ લખી કહું છું

Girls Sad - Sorrow's Painting Collection (11) સાંજ પડ્યે રોજ શમણા સજાવ્યા કરું છું, સુરજ માફક રોજ રાતના અંધારે નમું છું, હૃદયે છપાઈ ગઈ છે તુજ તસ્વીર એવી, એને નિહાળી હર પળે નિસાસાઓ ભરું છું, યાદો પણ ચાલે છે પડછાયા માફક સંગ, ભીની પાંપણો લઇ બસ અહી તહી ફરું છું, છોડી મઝધારે ભૂલી ગયા મુજને જ્યારથી, કિનારે પહોચવાને તોફાની દરિયે તરુ છું, ક્યારેક તો પડશે તુજ નજર મુજ વ્યથા, માટે જ વારંવાર દિલનું દર્દ લખી કહું છું. નીશીત જોશી 02.10.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો