રવિવાર, 27 ઑક્ટોબર, 2013
શબ્દો વણાય જાય છે એવી રીતે
શબ્દો વણાય જાય છે એવી રીતે,
કાવ્ય બની જાય છે આગવી રીતે,
વાંક તુજ કાઢવો કે પછી કલમનો,
પ્રશ્ન નો જવાબ પામવો કેવી રીતે,
સુવાસ પ્રસરે છે તુજ આગમનની,
ફૂલો ફેલાવે સ્વ-સુગંધ તેવી રીતે,
હૃદયને જાણે જગ મળ્યું એક સ્મિતે,
લહેરોને મળે છે કિનારા જેવી રીતે,
તુજના સાથથી બન્યું જીવન રોશન,
દીવાથી અંધારું થયું દુર જેવી રીતે.
નીશીત જોશી 25.10.13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો