શનિવાર, 19 ઑક્ટોબર, 2013

કર્યો'તો ડોળ

1385572_535413539861206_1679763443_n કર્યો'તો ડોળ તેણે અમ સંગ મળવાનો, મોકો શોધતા હતા નજીકેથી સરવાનો, જરૂરત તો ત્યારે પણ ન હતી અમારી, તેને તો શોખ હતો હૃદય થી રમવાનો, મળવાના બહાને બોલાવતા નદી કાંઠે, તેને સંગાથ જોઈતો'તો ફક્ત ફરવાનો, જાણતા'તા નથી આવડતું અમને તરતા, મધદરિયે મૂકીને વાંક કાઢ્યો તરવાનો, ગોજારી રાત હવે તો કરી છે તેના નામે, તેનો દિલાસો પણ દિલાસાથી ડરવાનો. નીશીત જોશી 11.10.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો