
દિવસે મન બેચૈન, રાતે મન ઉદાસ.
કેમ હવે મેળવવો જીન્દગી નો પ્રાસ?
બાગો નાં ફૂલો પણ ફેરવી લે છે મોઢું,
કરમાયેલા ફૂલ થકી કેમ લેશું સુવાસ?
તેના શહેરના પથ પણ ગયા છે થાકી,
સરનામાં વગર હવે કેમ કરશું પ્રવાસ?
મૂકી ગયા રહેઠાણને વગર કઈ વિચારે,
રઝળતા હૃદયે હવે કોને દેવો આવાસ?
વિરાન રાતો,અંધારપટ,છે સંગી સાથી,
લોકો પણ કરે છે હવે મુજનો પરિહાસ.
નીશીત જોશી 29.09.13
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો