રવિવાર, 27 ઑક્ટોબર, 2013
" આનંદ "
" આનંદ "
ખુશીઓ મળે છે અહી,
પણ માને છે કોણ?
આનંદ છે ધણો અહી,
પણ માણે છે કોણ?
બને છે કળીથી ફુલ,
આપે સુગંધ સૌને,
રાત, સુદંર સપના આપે,
ચંન્દ્ર શીતળતાનો આનંદ,
રવિ ની પહેલી કિરણ, પ્રભાત આપે,
મિત્ર આપીને સહકાર, આપે આનંદ,
એકબીજાનો અગાઢ પ્રેમ,
વધારી ઉત્સાહ, આપે આનંદ,
ન રહો રડતા, જીવન છે આંનદ
જીવો અને જીવાડો,
લઇ મધુર જીવનનો આંનદ,
ભુલી બધા ગમ,હર ક્ષણ મનાવો આનંદ,
ન વેડફો સમય, મનાવો આંનદ,
મળ્યા છે ચાર દિન જીવનમાં,
ભુલી દુઃખ નિરાશા, મનાવો આંનદ .
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો