શનિવાર, 19 ઑક્ટોબર, 2013
લોકોને અમ પ્રેમગાથા નડી હતી
વાતો તો એમણે અમને કહી હતી,
એ વાતો અમે બંધ હોઠે સહી હતી,
આંખો વર્ણવતી'તી અંતર વ્યથા,
ઝરણા સમી અશ્રુધારા વહી હતી,
સમાજ બંધન બની આવ્યો પથે,
તેની દખલથી જ તો એ ડરી હતી,
કહેતા પણ કંપી રહ્યા હતા અધર,
ઉના શરીરને પણ ટાઢ ચડી હતી,
પ્રેમપથે આગળ નીકળી જાત,પણ,
લોકોને અમ પ્રેમગાથા નડી હતી.
નીશીત જોશી 17.10.13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો