વાત અધુરી રાખી ને ક્યાં ચાલ્યા તમે,
કાનમા કહી નાખી ને ક્યાં ચાલ્યા તમે,
રહી ગયા અભરખા મનના બધા જ,
દિલને તીર દાગી ને ક્યાં ચાલ્યા તમે,
વાર્તાના સહભાગી હતા તમે પણ તો,
વાર્તા અધુરી મુકી ને ક્યાં ચાલ્યા તમે,
નહી માને કોઇ આ દિલની વાત પણ,
મંદ મંદ મુશ્કરાઇ ને ક્યાં ચાલ્યા તમે,
વાંક કોનો હતો કેમ કહેવાય એ પ્રેમમા,
જોબનીયુ પડતુ મુકી ને ક્યાં ચાલ્યા તમે,
આવો તો ખરા, અમીદ્રષ્ટી કરો તો જરા,
પછી એ નહી પુછીએ કે ક્યાં ચાલ્યા તમે.....
નીશીત જોશી
રવિવાર, 24 ઑક્ટોબર, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો