બુધવાર, 20 ઑક્ટોબર, 2010

ફેલાવે સુવાસ જગમા

ફુલોની વિસાત છે જગમા, ફેલાવે સુવાસ જગમા,
સુવે પોતે કાંટાની સૈયા પર ફેલાવે સુવાસ જગમા,

પાનખરમા ખરી જાય 'ને વંસતમા ખીલી જાય,
બાગોની ઉર્મીઓ બનીને ફેલાવે સુવાસ જગમા,

મિત્ર બને ત્યારે પોતે, દુશ્મનોની નીશાની પોતે,
હર રંગમા સજાય જઇને સુવાસ ફેલાવે જગમા,

વફાદાર હોય કે બેવફા પ્રેમી સાથ નીભાવે તેનો,
કામ કર્યે જાય સોપેલુ તે સુવાસ ફેલાવે જગમા,

નથી બની શકતા એટલા કઠોર લોહની જેમ,
નમણા, કુમળા, હોવા છતા સુવાસ ફેલાવે જગમા,

સંવેદનનુ બીજુ રુપ સાથે લાગણીઓનુ પણ,
ઋણાનાબંધન સમા એક રસે સુવાસ ફેલાવે જગમા.....

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો