રવિવાર, 24 ઑક્ટોબર, 2010

આવી ગયા

આવી ગયા સાત સમંદર પારથી, કુશળતા તો જણાવો,
તરસ્યા રહ્યા અમે રણમા, જરા મૃગજળ ને તો જણાવો,

પનઘટ પણ થયેલુ સુનુ, વાંસળી બંધ થઈ વાગતી,
ક્યારે ભરવા આવશો ગાગર, તટ જમુનાને તો જણાવો,

વાંધો નહી , વહેલુ મોડુ થયે રાખે, ગોકુળના કામમા,
ગલીઓ થઈ સુની, પગ માંડશો ક્યારે માટીને તો જણાવો,

રગડોળાઇ જશુ તે રાહ પર, જ્યાંથી થયા હશો પસાર,
મહોબ્બત થઈ ગઈ છે, એ વાત વ્યાકુળ હ્રદયને તો જણાવો,

આવ્યા 'ને મૌસમ ખીલી ઉઠી આ ઉપવનમા હવે તો,
એ કળીઓને બની ને ફુલ, આ બાગમા મહેકવાને તો જણાવો.....

નીશીત જોશી

1 ટિપ્પણી: