બુધવાર, 20 ઑક્ટોબર, 2010

આદત પડી છે

હવે ભલે ને પળ કરે સોદા,
મને તો વહેચવાની આદત પડી છે....

હવે ભલે ને તુટે કોઇ આભા,
મને તો ખરવાની આદત પડી છે.....

હવે ભલે ને રૂધીર બને સાહી,
મને તો લખવાની આદત પડી છે......

હવે ભલે ને બદલાય મૌસમ,
મને તો ખીલવાની આદત પડી છે.....

હવે ભલે ને દુશ્મની કરે દુશ્મન,
મને તો મિત્રતાની આદત પડી છે......

હવે ભલે ને ન થાય મુલાકાત,
મને યાદેજીવવાની આદત પડી છે.....

હવે ભલે ને તે રિસાય મુજથી,
મને તો મનાવવાની આદત પડી છે.....

નીશીત જોશી ( 'પીયુની નો પરમાટ'ની એક રચનાથી પ્રેરિત )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો