ભુલી ગયા આપ, આપેલા જે કોલ હતા,
ખોવાયેલા આજે છીએ ત્યારે પણ તો હતા,
કદાચીત હાથની રેખાઓ બદલાય ગઈ,
નહિતર આ ઝીર્ણરેખાઓમા આપ તો હતા,
હોઠ બંધ હોય તેને મૌન નુ નામ આપ્યુ,
બાકી હ્રદયથી બોલેલા એ સંવાદો તો હતા,
કોણે કાન ભંભેર્યા જે દરકાર નથી હવે,
કર્યા હતા જે કોલ અમને તે યાદ તો હતા,
સજાવ્યાતા ફુલો સૈજ ઉપર સુંદરતાથી,
સજાવેલા ફુલો અમારી કબર પણ તો હતા,
બોલાવતા રહ્યા ત્યારે ન આવ્યા આપ,
રડવાના બહાને મૈયતમા આવ્યા તો હતા.......
નીશીત જોશી
બુધવાર, 20 ઑક્ટોબર, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો