મંગળવાર, 5 ઑક્ટોબર, 2010
મારી આ થાપણ
રડવાનુ તો છે બસ આ જ કારણ,
વળાવવી છે મારે મારી આ થાપણ,
ભણાવી ગણાવી કરી તેને મોટી ,
હવે પરત કરવી પડશે આ થાપણ,
કહે છે તે, નથી જવુ તમને મુકીને,
કહેવ્યુ પડ્યુ, તુ તો છે પારકી થાપણ,
કુળ દિપાવ્યુ ,બની સૌની લાડલી,
બીજા કુળને હવે દિપાવસે આ થાપણ,
ના માની બેસતા તેને બોજ મારો,
હ્રદય સમી વહાલી છે મુજ આ થાપણ,
કુદરતની આ રચના છે પુરાણી,
પારકાને પણ કરે પોતાના આ થાપણ,
હસાવ્યા સૌને જ્યાં સુધી હતી સાથે,
હવે જુદી થઇ બહુ રડાવશે આ થાપણ,
ગળે આવે છે ડુમો આવે આંખે દરિયો,
હસતા મોઢે સોપીશુ જેની છે આ થાપણ.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો