
મૌન ફરી રખાય, હવે શક્યતા નથી,
રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી,
ગોજારી રાતે નાખ્યો છે ધામો અહીંયા,
સ્વપ્ન ફરી સજાય, હવે શક્યતા નથી,
કંટક રાહ પર ચાલેલા રક્તાળ પગલે,
પગલા ફરી રખાય, હવે શક્યતા નથી,
નીચોવી ને દિલ ને કર્યુ રૂધીર વિહુણુ,
ઘાવો ફરી ખવાય, હવે શક્યતા નથી,
વગર પતવારે પહોચી ગયા મજધારે,
કિનારે ફરી જવાય, હવે શક્યતા નથી,
ખોવાયા યાદોમાં બન્યા કાફીયા દોષી,
ગઝલ ફરી લખાય, હવે શક્યતા નથી,
સોગંધ આપી ઓજલ થયેલા આંખોથી,
વળતા ફરી અવાય, હવે શક્યતા નથી.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો