
મુજને કંઇક થાય એ પહેલા બચાવી જજો,
રિસાઇ જઇએ ક્યારેક આવી મનાવી જજો,
યાદ તુજની આવે 'ને ઉજાગરા પણ થાય,
ઊંઘી જો જાવ સપને આવી સતાવી જજો,
તુજના ભરોસે કૂદી પડેલા છીએ મધદરિયે,
વમળ જો આવે તરવૈયા સમ તરાવી જજો,
હશે ચાહનારા ઘણા તુજના આ જગત માંહી,
મુજને પણ હ્રદયના એક ખૂણે વસાવી જજો,
મળેલા ઘાવ પણ બનતા તો જાય છે નાસૂર,
અમી દ્રષ્ટીથી એ ઘાવે મલમ લગાવી જજો,
ખુદ હસતા રહો છો,આવડત છે હસાવવાની,
રડાય જો જવાય અમથી આવી હસાવી જજો,
વિશ્વાસ પર પણ અવિશ્વાસ ક્યારેક થાય ખરો,
મુજના આંખે પડેલો પરદો આવી હટાવી જજો.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો