
સૂરજ વગર સવાર ની કોઈ કીમત નથી,
લહેરો વગર કિનાર ની કોઈ કીમત નથી,
વિશ્વાસ ઉપર દુનિયા કાયમ હોય તે છતાં,
લખાણ વગર કરાર ની કોઇ કીમત નથી,
ઇશ્વરને પામવાની ઇચ્છા તો હોય ઘણાને,
શ્રદ્ધા વગરની પુકાર ની કોઇ કીમત નથી,
એક આત્મવિશ્વાસે દરિયો પણ તરી જવાય,
આ પાર વગર પેલી પાર ની કીમત નથી,
આ દુનિયા થઇ ગઇ છે એવી તે હોશિયાર,
અહીં ઘાવ વગર વાર ની કોઇ કીમત નથી.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો