
રૂધીરના આંસુ પી રહ્યો છું હું,
તુજની યાદે જીવી રહ્યો છું હું,
સળગી ના જાય મોઢુ ખોલ્યે,
માટે જ હોઠો સીવી રહ્યો છું હું,
અપેક્ષાની કોઇ સીમા ન હોય,
દર્શન અપેક્ષા કરી રહ્યો છું હું,
ઉંડાણ ન જાણ્યુ કુદ્યો દરિયામાં,
તુજ ભરોશે જ તરી રહ્યો છું હું,
દફનાવજે તુજ હસ્તક કબરમાં,
આજીવન પ્રેમી બની રહ્યો છું હું.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો