રવિવાર, 12 ઑગસ્ટ, 2012

અભાવ થી બદલાતા સ્વભાવ

અભાવ થી બદલાતા સ્વભાવ જોયા, પોતાઓના પારકા તણા ભાવ જોયા, ૠણાના બંધન આમ તો તુટતા નથી, માં બાપના પણ ઉંધા પ્રસ્તાવ જોયા, રાજ રમત તો કરવા લાગે સૌ અહિં, ભાઇ ને ભાઇ સંગ કરતા દાવ જોયા, ખરા સમયે કામ આવે તે મિત્ર સાચો, મિત્રોના પણ વેરી સમા દેખાવ જોયા, દાટ વાળે છે સબંધોનો ફક્ત અભાવ, અભાવના થયેલા કેટલા પ્રભાવ જોયા. નીશીત જોશી 01.08.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો