રવિવાર, 12 ઑગસ્ટ, 2012
સંભવ નથી
તુ ચીત ચોરે કે ચોરે ચીર મુજના,
જમુના તટે ન આવુ એ સંભવ નથી,
હું પ્રિય તુજની તુ પ્રિયતમ મુજનો,
હ્રદય બીજા ને સોપુ એ સંભવ નથી,
તુ નયનો થી નયન મેળવી રાખ,
હું મુજ પલક નમાવુ એ સંભવ નથી,
તુ માળી છે 'ને હું કળી છુ તુજની,
'ને છતાં જો ન ખીલુ એ સંભવ નથી,
તુ વાંસળી ની ધુને નચાવ મુજને,
હુ પગે ધુંધરૂ ન બાંધુ એ સંભવ નથી,
તુ વાંસળી વગાડી કરીજો ઇશારો,
હુ મધુવન જો ન આવું એ સંભવ નથી,
તુ રહે જો મુજની સાથ હરપળ,
જગની ભીડે ભુલા પડવુ એ સંભવ નથી,
જ્યારે તુ તારણહાર છે મુજનો,
મુજ દરીયામાં ડૂબી જાવુ એ સંભવ નથી.
નીશીત જોશી 10.08.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો