રવિવાર, 1 ડિસેમ્બર, 2013

કહો આવું કેમ છે?

17081 પ્રેમ જ તો કર્યો છે પણ કહો આવું કેમ છે? હૃદય ની હાલત તુજની પણ મુજ જેમ છે, હવે તો થઇ જાવ મોકળા મુકીને ફિકર બધી, કહી દો બધાને આપણા બન્ને વચ્ચે પ્રેમ છે, નીદરું હવે ખોવાશે,રાત બની જશે ગોજારી, જેવો છે અંજામ આ પથનો તેમનો તેમ છે, મુલાકાતો ઓછી 'ને સપનાઓ નો વિસ્તાર, લાગણીઓ નો એ વરસાદ એમનો એમ છે, અમાસ ની રાત પણ લાગશે પૂર્ણિમા માફક, સમજાવશે કોઈ આ પ્રેમ માં આવું કેમ છે? નીશીત જોશી 23.11.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો