રવિવાર, 1 ડિસેમ્બર, 2013

'માં'

mother_and_son_smaller 'માં'ની દુઆને સરહદની આડ નડતી નથી, દેશ હો કે વિદેશ 'માં' ની જોડ મળતી નથી, બાળક મોટો થઇ ભૂલે છે માતાની લાગણી, પ્રેમ વરસાવવા 'માં' કદી ભૂલ કરતી નથી, જાણે છે બધા કે તે ચરણોમાં રાખે છે સ્વર્ગ, અહમનો ટોપલો લઇ 'માં' કદી ફરતી નથી, પેટે બાંધીને પાટા તે મોટો કરે છે બાળકને., બદલામાં અપેક્ષાનો પટારો 'માં' ભરતી નથી, અળગો થવા દેતી નથી હૃદય થી તે ક્યારેય, અભાગીયો છે જેના હૃદયે 'માં' વસતી નથી. નીશીત જોશી 27.11.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો