
મરતા મરતા આ જીવવું પણ ભારે છે,
શ્વાસો ની ક્રિયા પણ યાદોને સહારે છે,
મઝધારમાં પડી જવાથી ડુબાતું નથી,
નાનું તણખલું પણ દરિયે થી તારે છે,
પ્રેમ ને જંગ કહી ઘાવો ઝીલ્યા અનેક,
લડવૈયા તરીકે કોણ પ્રેમીની આરે છે,
જીવતા જીવે કર્યો છે મોતનો અનુભવ,
શ્વાસોને લંબાવી કોણ સમય વધારે છે,
યમદુતને તો ફરવું પડશે ખાલી હાથે,
જે જીવતા હોય તેને જ તો તે મારે છે .
નીશીત જોશી 10.12.13
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો