શનિવાર, 7 ડિસેમ્બર, 2013

આપી ગયા

young-woman-in-the-garden સપના માં કોઈ આવી યાદો હજાર આપી ગયા, મળી, આપી વિયોગ કોઈ ઇન્તજાર આપી ગયા, કોઈએ રાત આપી એકાંત માં વહાવવાને આંસુ, છીનવી ને મુખનું હાસ્ય કોઈ સવાર આપી ગયા, શરીરે નાખેલા બખ્તર પણ નીકળ્યા બોદા એવા, સોસરવા નીકળે એ જીવલેણ પ્રહાર આપી ગયા, મનની મુરાદ આપવા તો આતુર કોઈ એવા હતા, આવી ઝખ્મોને નવા ઘાવોનો ઉપહાર આપી ગયા, મોસમ પણ જાણે તેના કહેવાથી આવે 'ને જાય છે, લીલાછમ બાગને પાનખરની બહાર આપી ગયા . નીશીત જોશી 04.12.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો