
આજ સાકીએ તો મયખાનું કર્યું છે આમ કદાચ,
પીવડાવી મયના પ્યાલા કર્યું છે નામ કદાચ,
મંદિર જવા નીકળે પણ પહોંચે છે મયખાને,
સાકીના દર્શને પૂરું થાય ભક્તોનું કામ કદાચ,
લોકો ડરતા હોય છે સમાજના બધા કહેણોથી,
સાકીને જોઈ પીને લથડશે આખું ગામ કદાચ,
કોઈને ગમમાં, કોઈને ખુશીમાં પીવા જોઈએ,
સાકી ભરી પીવડાવે પ્રેમ પ્યાલે જામ કદાચ,
એમ તો પીને કોઈ લથડ્યું નહતું આજ સુધી,
આંખોની શરાબથી બનશે નસીલો જામ કદાચ.
નીશીત જોશી 23.12.13
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો