શનિવાર, 21 ડિસેમ્બર, 2013

આજ હર વાત પર હસી રહ્યા છે તેઓ

smiling_girl3 કોના કોના હૃદયે વસી રહ્યા છે તેઓ, કોના સાટું આમ તરસી રહ્યા છે તેઓ, છુપાવતા લાગે છે કોઈ વ્યથાને જરૂર, આજ હર વાત પર હસી રહ્યા છે તેઓ, મજબૂરી છે કે ગમતું નથી સાથે બેસવું, ધીમે રહી બાજુએથી ખસી રહ્યા છે તેઓ, આવવાનો તો હતો જ પ્રેમ માં વિયોગ, તો શાને અશ્રુ બની વરસી રહ્યા છે તેઓ, હૃદયની ઉર્મીઓ રહી નથી હવે વસમાં, અને લાગણીઓમાં લપસી રહ્યા છે તેઓ. નીશીત જોશી 19.12.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો