
નામ તમારૂ લઇને જગતે છેતર્યો હતો,
જેમ ઉંદરની અંદરથી મને કોતર્યો હતો,
રોજ બતાવી મોટા મોટા સપનાઓ મને,
જેમ બાળક ફોસલાવે એમ ભોળવ્યો હતો,
એમ કહેલુ આંસુ આવવા દે'શું નહી આંખે,
સામટો આંસુઓનો દરિયો મોકલ્યો હતો,
કોઇ તરસ બુઝાવી નહી શકે મારા દિલની,
એક બીચારો ગણી સૌએ મને ફેરવ્યો હતો,
એમ કહેલુ કે લે જીવી જા મારી તુ જીંદગી,
દેખાવ કરી મિથ્યા,ખોટા પથે દોરવ્યો હતો.
નીશીત જોશી 22.08.15
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો