શનિવાર, 8 ઑગસ્ટ, 2015

હવા તું ધીમી થા

હવા તું ધીમી થા, બંધ બારણું થઇ જાય છે, વગોવાય છે તું, ઘરોમાં અંધારૂ થઇ જાય છે, લહેરાય છે આપનો પાલવ જોને હવામાં એમ, કે સયાણું પતંગયુ પણ, બીચારૂ થઇ જાય છે, લટોને હટાવો નહીં,આ ચહેરા પરથી એમ તમે, સમી સાંજ છે ત્યાં, અહીં અજવાળુ થઇ જાય છે, હવામાં પહોળા કરી હાથ, માંગો ન આકાશ તમે, નિહાળી તમોને, ઇન્દ્ર પણ ઈર્ષાળુ થઇ જાય છે, હવામાં તમ ઉન્માદ છે અને વંટોળાય છે પ્રેમ, દુશ્મનો પણ જોઈ જોઇને માયાળુ થઇ જાય છે. નીશીત જોશી 06.08.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો