શનિવાર, 8 ઑગસ્ટ, 2015

હંકારો હોડી તમે કિનારે કિનારે

હંકારો હોડી તમે કિનારે કિનારે, મારે નથી મરવું જઇને મઝધારે, સંગાથે રહેશો જીવી જઇશું અમે, નહિતર ભટકશું આ કે પેલે દ્વારે, થાક્યા નહી કે સમણાંમાં જગાડી, આવો છો યાદ બની નવેલી સવારે, જલાવો છો દિલ તમે બીજાને દઇને, બળવું નથી વિરહની આગે અમારે, રહેશો નહી આમ દુરી બનાવીને, તાકીદ કરો તમે આવો છો ક્યારે. નીશીત જોશી 31.07.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો