શનિવાર, 29 ઑગસ્ટ, 2015

પ્રેમ થઇ ગયો

fall-in-love-leaves-3 નજર થી નજર મળતા પ્રેમ થઇ ગયો, હવે તો કહો આ અંધકાર કેમ થઇ ગયો, અજવાળું થતા તો દેખાતું હોય છે બધું, પછી કેમ આ આંધળાની જેમ થઇ ગયો, વિચારેલું ચંદ્રની ઠંડક સમો હશે આ પ્રેમ, આતો સૂરજનો હોય તાપ એમ થઇ ગયો, પહેલા થતું હતું સઘળું વ્યવસ્થિત સમયે, હવે સુવાનો સમય પણ જેમતેમ થઇ ગયો, વાવ્યું છે એવું તો હવે તેવું લણવું જ પડશે, ફળ સારું આપનારો જુઓ આ પ્રેમ થઇ ગયો. નીશીત જોશી 27.08.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો