શનિવાર, 8 ઑગસ્ટ, 2015

નહિ અળગા થવા દઈએ

દિલથી તમોને આમ, નહિ અળગા થવા દઈએ, કે પ્રેમને મનથી, કદી નહિ વિસરવા દઈએ, આખીય રાત્રી, આવશું શમણાં મહી તમારા, એવા સતાવીએ, કે તમને નહિ સુવા દઈએ, દિમાગ ને દિલપર, તમારું સ્મિત છે છવાયું, અશ્રુ કદીએ, આપને નહિ સારવા દઈએ, ક્યારેક મળવા આવશો, એંધાણ થાય એવા, બેડી પહેરાવી કસમની, નહિ જવા દઈએ, સંભારણા નાનપણના, જીવ્યા તણોસહારો, છો થાય પીડા, ઝખ્મને નહિ રૂઝવા દઈએ. નીશીત જોશી 23.07.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો