પ્રણયની અસર થઇ જવા દો,
સનમ ને ખબર થઇ જવા દો,
નદી દોડી દરિયે પ્રેમ પામવા,
લહરોને જબ્બર થઇ જવા દો,
બને રોજ નવા પાળિયા અહીં,
પ્રેમીઓની નજર થઇ જવા દો,
મોંઘો થયો પ્રેમ આ કળયુગમાં,
થોડીતો કરકસર થઇ જવા દો,
એમ લખાતી નથી રોજ ગઝલો,
વિરહ ની કદર થઇ જવા દો.
નીશીત જોશી 29.07.15
શનિવાર, 8 ઑગસ્ટ, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો