રવિવાર, 6 ફેબ્રુઆરી, 2011

રે સખી હું શું કરૂ !


છે કઠણ પથ પ્રેમનો રે સખી હુ શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

જન્મ જન્મોથી ચાલતો આવ્યો,
નીતનવી ઠોકરો ખાતો આવ્યો,
અણસાર સુધ્ધા ન આવ્યો તેને,
જીણ થયો હવે આ ઉસ્તાહ મને, રે સખી હુ શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

માપી લીધુ આખા ગગનને,
પી લીધુ આસાનીથી અગનને,
રોકી લીધો એ વહેતા પવનને,
પણ છુપાવુ કેમ પીયુ-તરસને, રે સખી હું શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

પહેલા મનમા પ્રિત વધારી,
આશા જળથી તેને વધારી,
પછી સ્વહસ્તક આગ લગાડી,
'ને બેઠા સર્વસ્વ સ્વાહા કરી, રે સખી હું શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

આનાથી પણ ન સોક થતો,
જાગતા રહેવુ મરી ને સુતો,
પીયુના રટણમા જીવન ખોતો,
રહેલુ જીવન નીર્વાહ કરતો, રે સખી હું શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો