
નહતી ખબર કે પ્રેમમા વિરહ સહેવો પડે છે,
દિલના એ ઘાવથી દિલને ડરવુ પણ પડે છે,
તડપ આવવી અને અશ્ક પણ ભરવા પડે છે,
કરેલુ પોતે 'ને પોતાને જ દુઃખ આપવુ પડે છે,
થાય શ્યામથી મહોબ્બત હર દર્દ સહેવા પડે છે,
એવા દર્દ મોતથી પણ હો બાવીસ સહેવા પડે છે,
સીતમ કરે રીસાય પણ જાય એ આદત છે તેની,
મુજ આદત કેમ છૉડવી મુશ્કીલથી મનાવવા પડે છે.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો