શનિવાર, 12 ફેબ્રુઆરી, 2011
બાજી
જીવનની ઘણી રમત ફાવતી નથી,
પાનાની મને રમત આવડતી નથી,
બાજીમાં ભલે ને હોય એક્કા બે બે,
એ રમત પણ ક્યારેક જીતાતી નથી,
પીસવાને આવે પીસીએ પણ સારૂ,
બરોબર આવે એ બાજી બટાતી નથી,
બાજુનો ભેરૂ ફેકશે જોઇતા પાના,
બીજાઓના ભરોશે બાજી રમાતી નથી,
રમતમા છું હું ભલેને નવૉ ખીલાડી,
અધવચ્ચે બાજી મુકી દેવાતી નથી,
મુશ્કેલથી જડી છે આ રમવાને બાજી,
રમતની આ મોજ એમજ છોડાતી નથી,
રમી લો આપ પણ સૌ જેવી આવડે તેવી,
હરધડી જીવનબાજી સૌને ફાળવાતી નથી .
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો