
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
મનને ભટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
હતી એવી અમારી અમાનત
રાખેલી તુજ પાસે જમાનત
હ્રદયને જટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
આવતી બાગોમા બહાર
દિલનો હતો એ આહાર
પાનખર બનાવીને ચાલ્યા ક્યાં તમે ?
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
કરતા અમને આલીંગન
હતુ અમારૂ એવુ બંધન
પનધટ વીરાન મુકીને ચાલ્યા ક્યાં તમે ?
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો