રવિવાર, 6 ફેબ્રુઆરી, 2011
સુનો રાખ્યો
કહ્યુ ઘણુ પણ પનઘટ સુનો રાખ્યો,
આપ્યુ ઘણુ એ દિલપટ સુનો રાખ્યો,
જમુના ના નીર પણ ગાંડા થયા જો,
પણ આ જમુના તટને સુનો રાખ્યો,
વાંસળીને બાંધી લીધી કમરે હવે,
નીકળતા સુર સરગમને સુનો રાખ્યો,
ખીલેલા ફુલોને ચુમવા હતા ચરણો,
એ ફુલોના મનસુબાને સુનો રાખ્યો,
કારણો ન હતા કોઇ રિસાઇ જવાને,
મનાવવાના પથને સાવ સુનો રાખ્યો,
સાંભળવી ગમતી તુજની એ વાતો,
આલાપનો છેડો મૌન સાધી સુનો રાખ્યો.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો