શનિવાર, 14 મે, 2011

રોજ જોઇને પાછા જવુ પડે છે

રોજ જોઇને પાછા જવુ પડે છે,
કોને કહેવુ રોતા રહેવુ પડે છે,

ચાંદ આવે ચાંદની કાજ જો,
તેને પણ ભોઠા પડવુ પડે છે,

ભ્રમર મંડરાય કુમુદની પર,
મુરજાયે તેને રખડવુ પડે છે,

તુ આવે ના આવે તુજ મરજી,
આદતે આંગણે નીહારવુ પડે છે,

સક્ષમ તુ સપના સાકાર કરવાને,
સુઇને પણ અમારે જાગવુ પડે છે,

તરવૈયા છો તરી જશો દરિયો,
તણખલુ અમારે ઝાલવુ પડે છે,

પહાડ પડ્યે લાગે છે નાનુ કણ,
રડતા પણ સૌ સમક્ષ હસવુ પડે છે.

નીશીત જોશી 29.04.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો