શનિવાર, 21 મે, 2011
તુજની રાહ જુએ છે
કદમના ફુલો તુજની રાહ જુએ છે,
જમુનાનો તટ તુજની રાહ જુએ છે,
ગલીઓમાં બંધ થઈ ઉડતી ધુળો,
ગોકુળના પથ તુજની રાહ જુએ છે,
પગ થયા છે નાચવાને બહુ આતુર,
વાંસળીના સુર તુજની રાહ જુએ છે,
વ્યાકુળ થયા છે ગોવાળીઓ પણ તો,
ગાયોના ટોળાઓ તુજની રાહ જુએ છે,
ચલાવી નયનોના તીર ઘાયલ કરતો,
ઝિલવા ઘાવ હ્રદય તુજની રાહ જુએ છે,
રાખી મુક્યા છે ચીર પાછા કિનારે હવે,
ચોરાવાને એ ચીર તુજની રાહ જુએ છે,
કહીને ગયા જઇને તુરંત આવી જઈશ,
સમયની ધડિયાળ તુજની રાહ જુએ છે .
નીશીત જોશી 18.05.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો