શનિવાર, 14 મે, 2011

તો સારૂ હતુ

ખયાલો જાણીને ગયા હોત તો સારૂ હતુ,
નજરો મેળવીને ગયા હોત તો સારૂ હતુ,

રાહ જોતા થાકી ગઇ હતી બીચારી આંખો,
ઝરૂખે જોવા આવી ગયા હોત તો સારૂ હતુ,

દુનીયાના મોઢે નીત કરતા પ્રેમની વાતો,
કાનમાં કંઇ જણાવી ગયા હોત તો સારૂ હતુ,

જુદાઇમાં જાગતા રાતો કાઢી રડતા રહ્યા,
ચીર નીંદ્રે સુવડાવી ગયા હોત તો સારૂ હતુ,

વિરહની સજા તો ઘણી આપે છે તકલીફ,
સપનામાં હરખાવી ગયા હોત તો સારૂ હતુ,

ન આવ્યા અને એ નીહારી રાખી મૈયતને,
કબ્ર પર ફુલ ચડાવી ગયા હોત તો સારૂ હતુ,

હ્રદયને બનાવી નાખ્યુ 'નીશીત' એક કબર,
આશાને તેમા દફનાવી ગયા હોત તો સારૂ હતુ.

નીશીત જોશી 07.05.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો